ગઝલ લખું ત્યાં પ્રાસ તુટે
થાય નિરાંત ત્યાં શ્વાસ ખુટે
માણસ માણસ શું કરો છો,
જો જાવ નજીક તો ત્રાસ છુટે
ધાર્યુ ક્યાં કદીય થાય છે
વાવો ગુલાબ ત્યાં વાંસ ફુટે
કાયમ એવુ જ કેમ થાય ?
સભા ભરાય ત્યાં વાત ખુટે
ના પીડા ખુટે,ના રાત ખુટે,
જો એક સાંધો ત્યાં સાત ખુટે
ગઝલ લખું ત્યાં પ્રાસ તુટે
થાય નિરાંત ત્યાં શ્વાસ ખુટે
ગઝલ લખું ત્યાં પ્રાસ તુટે
December 1, 2009તું જુઇ,ગુલાબ,ચંપો,તું સુગંધની જાત !
November 15, 2009તું જુઇ, ગુલાબ ,ચંપો, તું સુગંધની જાત !
તું છો પુરો બગીચો, દિકરી તું દિલની વાત.
મેઘધનુષમા રંગો,ભળ્યા છે ફકત સાત ,
દિકરી મારા હ્રદયની,તું મઘમઘતી ભાત.
રમતુ,ગાતુ,ઉછળતુ,તું ઝરણાની જાત,
પ્રેમ પ્રચંડ ધોધનો,તુ ઘુઘવતો પ્રપાત.
તું મીઠી કોયલડી, તું વનરાઇનો સાદ,
વાયરો ઠંડો વગડાનો,તું હવાની જાત.
તું ક્યારો તુલસીનો, તું છો પ્યારુ પ્રભાત,
તું મંગળાની આરતી, તું સુરજ ઉગ્યાની વાત.
તું જુઇ,ગુલાબ ,ચંપો,તું સુગંધની જાત !
તું છો પુરો બગીચો, દિકરી તું દિલની વાત.
હા, હું જુનાગઢ્થી આવ્યો છું !
November 11, 2009બે કવન હુંફાળા લાવ્યો છું
ને વ્હાલ વહેંચવા આવ્યો છું
હા, હુ જુનાગઢથી આવ્યો છુ.
ગિરનારનો પડછાયો છું
શીલાલેખે સચવાયો છું
કુંડ દામોદર નહાયો છું
હા,હું જુનાગઢથી આવ્યો છું.
મધગીર પડઘાયો છું
કંઠ કેયુર કલરાયો છું
થઇ સગડ છુપાયો છું
હા,હું જુનાગઢથી આવ્યો છું.
કસુંબો થઇ પિવાયો છું
ભર મહેફિલે છવાયો છું
હું અંતે રંગત લાવ્યો છું
હા,હું જુનાગઢથી આવ્યો છું.
ભર વસંત ઘવાયો છું
માઝમરાત રચાયો છું
પ્રેમરસ રઘવાયો છું
હા,હું જુનાગઢથી આવ્યો છું.
કેસરકંઠ ગવાયો છું
જઇ કેસુડે છુપાયો છું
ખોંખારા બે લાવ્યો છુ.
હા,હું જુનાગઢથી આવ્યો છું.
ખોળો થઇ ખુંદાયો છું
સરેઆમ લુંટાયો છું
આપનો નાનો ભાયો છું
હા,હું જુનાગઢથી આવ્યો છું.
કવિતા લખો તો તમને મારા સમ છે !
November 11, 2009હવે કવિતા લખો તો તમને મારા સમ છે.
જામી જુઓ ચોગમ મસ્ત કેવી મોસમ છે.
લીલા લીલા પાનને કવિતામા લહેરાવી જુઓ
ખરતા પિળા પાનની વેદના પ્રકટાવી જુઓ
કુંપણની કુમાશ કવનમા તમારા લાવી જુઓ.
મીથ્યા છે એ બીજુ કાંઇ નહીં,નર્યો તમારો ભ્રમ છે.
હવે કવિતા લખો તો તમને મારા સમ છે.
જંગલના શાંત અંધારને કવિતા સુધી લાવી જુઓ
રણની ખારી તરસને કાગળ પર ટપકાવી જુઓ
પર્વતની પાર ને ઝરણની આરપાર થઇ જુઓ.
મીથ્યા છે એ બીજુ કાંઇ નહીં,નર્યો તમારો ભ્રમ છે.
હવે કવિતા લખો તો તમને મારા સમ છે.
કુણા કુણા ઘાસના લીલા પગલા પાડી જુઓ.
માથા પછાડતી મેરામણી વેદના જરી વણી જુઓ.
મિલનઘેલી સરિતાઓની ઘેલછા પ્રકટાવી જુઓ.
મીથ્યા છે એ બીજુ કાંઇ નહીં,નર્યો તમારો ભ્રમ છે.
હવે કવિતા લખો તો તમને મારા સમ છે.
દિકરો, દિકરી !
November 11, 2009દિકરો આંબાનુ ઝાડવુ, ફળીયામા લહેરાય
દિકરી નમણી જુઇ , દિકરી શીતળ છાંય !
દિકરો ઢોલ ધબુકતો, દિકરી મીઠી શરણાઇ
મિઠા સુર વહાલના , છો ઘર ઘર લહેરાઇ !
દર્દને હસુ છું !
November 11, 2009દર્દને હસુ છુ દેનારને હસુ છું
છું માનવી ને મોજમા વસુ છું.
મારુ, જીવાડુ મિથ્યા છે વાતો
જીવનને જીવંત કરવા મથુ છું
અર્જુનને દેખાય ફક્ત બે આંખો
નજરમાં હુ પુરી સ્રુષ્ટિ ભરું છું
તુ જેમ માણસ હું પણ માણસ
તું જેમ રડે છે, હું પણ રડુ છું
થાવુ નથી મારે કોઇ ઇશ્વર
ગમે જે દિલને, ગમતુ કરું છું
જેણે મારો વાંસો થાબડ્યો !
November 11, 2009જેણે મારો વાંસો થાબડ્યો
એણે એને લોહિઝાણ કર્યો છે.
પિછુ ફરે તેય ન સહેવાય
એવો તો કચ્ચરઘાણ કર્યો છે.
મરી મરી ને કોઇ કેટલુ જીવે?
તેનુ મને જુઓ પ્રમાણ કર્યો છે.
મને થયુ કે હવે બસ થયુ
જોયુ તો દુખનો થાળ ભર્યો છે.
હો રુઝાવાની તૈયારી ત્યાંતો
ફર્યો ફરી હાથ વ્હાલભર્યો છે.
નથી પાબન્દી હજુ શ્વાસ પર
હા, એટલો એમણે પાડ કર્યો છે.
સુરમે બસી હૈ સિતા !
November 3, 2009સુરમે બસી હૈ સિતા
સુરમે બસે હૈ રામ !
સુરકા શરન તુ લેલે
સુરમે હૈ ઘનશ્યામ !
સુરમે બસા હૈ શ્વાસ મેરા
સુરમે બસા હૈ વિશ્વાસ
સુરસે મધુર હૈ જીવન
સુરમે હૈ આરામ
સુર હી હૈ મેરી જિન્દગી
સુર હી હૈ મેરી બન્દગી
તુ સચ્ચા સુર પકડ લે
મિટે જાયે યુગોકી થકાન
મન બહત હૈ સુરમે
તન ભી જાયે સાથ
સુર મીલા લે સોચમે
મિટ જાયે દર્દ તમામ !
પ્રતિબીંબો કદી દર્પણને !
November 3, 2009
પ્રતિબીંબો કદી દર્પણને જ છેતરી જશે
પડછાયા ખુદના તને ઉભો વેતરી જશે
રાખજે તું એને સદા તારી નજર સમક્ષ
મિત્રોજ તારી પિઠમાં ખંજર ભરી જશે
સંઘર્યા સાપ પણ આવે કામ અહીં
દુશ્મનો આવીને તારા ઘાવ ભરી જશે
વહેમમા ન રહેજે તું કાયમી વસંતના
રુતુઓની જેમ આ દિવસોય ફરી જશે
રામના નામે બહુ તર્યા જે પથ્થરો
રાવણના નામે તે આજે તરી જશે
શી ખબર તુજ તરફના આ રસ્તાઓ
મંઝીલ આવતા અચાનક વળી જશે
પીછાણી લે જરી કાળના આ એંધાણને
ખીલશે પુષ્પો પાનખરે,વસંતે ખરી જશે
ખૂટ્યા શ્વાસ જ્યાં રટણ કરી, શી ખબર
અચાનક તે સાવ ઉભા રસ્તે મળી જશે.
લીધો જરા જ્યાં શ્વાસમાં !
November 3, 2009લીધો જરા જ્યાં શ્વાસમા,નિકળ્યો પરભારો ઉશ્વાસમા
તને ક્યાં રસ છે માલીક, સુંદર આ મારા આવાસમા !
ઝાંઝવાના જળ જેવો છે, ભાઇ મારા આ ખુદા તારો
નહીંતર અમે પણ દોડ્યા હતા, ઉભા એકજ શ્વાસમા
હરખભીના થઇ પથરાયા ,જે તારા જ પુજાપામા
કરમાઇ રહ્યા છે પુષ્પો ,એજ તારા સહવાસમા
તું ભુલે છે ગાવામા, ક્યાંક તાલ, લય,કે રાગમા
સાચવીને લખ્યું’તુ નહીતર આ ગીત અમે પ્રાસમા
ખુબ વાહ વાહ થઇ અમારી આ જગતના ચોકમાં
પણ તને કાંઇ ના દેખાણું, સુંદર તારા આ દાસમાં ?