Archive for November 2010

અબ ઘડી મુજને ભલે ને મરણ મળે

November 30, 2010

અબ ઘડી મુજને ભલે ને મરણ મળે, અરજ એટલીજ કે તમારું શરણ મળે. ભલે છેટા રહો તમે,ભલેને દુર રાખો, કરો કૃપા એટલી,માંગુ તો કારણ મળે. હો સમસ્યા અટપટી ને કસોટી આકરી, ડગે શ્રદ્ધા પહેલા, એનું નિવારણ મળે. સહરામાં દોડ્યા બેફામ એટલે જ કે, કદાચ આગળ જતા ફરી સાવન મળે. દ્રવ્ય છીએ,પ્રેમથી ઓગળી જવાના, જરીક હુંફાળા જ્યાં કોઈ દ્રાવક મળે.

આ જિંદગીનો આપણો છેલ્લો પ્રવાસ છે

November 3, 2010

આ જિંદગીનો આપણો છેલ્લો પ્રવાસ છે, મળી  લે મન ભરીને તું, છેલ્લા શ્વાસ છે. મળવું હર જનમમાં એ કોને હાથ છે ?, કાફી જનમ આ એક  જો,તારો સંગાથ છે. બળવું કે પ્રકાશવું એ તું જલ્દી નક્કી કર.  ઇંધણ મળ્યું છે માપનું ને ટૂંકી વાટ છે. હો વાત જ્યાં હૃદયની સીધી હૃદયને સંગ, અલંકાર કે છંદની પછી શું વિસાત છે ?  છો [...]

આજે બગીચામાં ફૂલોએ બગાવત કરી છે.

November 3, 2010

આજે બગીચામાં ફૂલોએ બગાવત કરી છે. ચર્ચાએ આજ ચારેકોર  જમાવટ કરી છે. એજ હાથમાં કા અમારી મોતનો સામાન? જે હાથોએ સતત અમારી હિફાઝત કરી છે. હસતા રહ્યા અમે એક રંગીન ભ્રમમાં, કાપી અમ ગરદન એમણે ઈબાદત કરી છે. પ્રેમથી સીંચે, ઉજેરે, કાપે, ધરે, સજાવે, પ્રેમના અર્થમાં જો કેવી મિલાવટ કરી છે. અમારા મોતથી શણગાર્યા છે [...]

કોઈ રસમ સુધી ગયા !

November 3, 2010

કોઈ રસમ સુધી ગયા, કોઈ ઝખમ સુધી ગયા, બહુ ઓછા હતા, જે મલમ સુધી ગયા.  કોઈ ધરમ સુધી ગયા, કોઈ કરમ સુધી ગયા, બહુ ઓછા હતા, જે મરમ સુધી ગયા. કોઈ કારણ સુધી ગયા, કોઈ મારણ સુધી ગયા, બહુ ઓછા હતા, જે નિવારણ સુધી ગયા. કોઈ હરણ સુધી ગયા, કોઈ ઝરણ સુધી ગયા, બહુ ઓછા હતા, જે શરણ સુધી [...]

Follow

Get every new post delivered to your Inbox.