આ જિંદગીનો આપણો છેલ્લો પ્રવાસ છે, મળી લે મન ભરીને તું, છેલ્લા શ્વાસ છે. મળવું હર જનમમાં એ કોને હાથ છે ?, કાફી જનમ આ એક જો,તારો સંગાથ છે. બળવું કે પ્રકાશવું એ તું જલ્દી નક્કી કર. ઇંધણ મળ્યું છે માપનું ને ટૂંકી વાટ છે. હો વાત જ્યાં હૃદયની સીધી હૃદયને સંગ, અલંકાર કે છંદની પછી શું વિસાત છે ? છો [...]
Archive for November 3rd, 2010
આ જિંદગીનો આપણો છેલ્લો પ્રવાસ છે
November 3, 2010આજે બગીચામાં ફૂલોએ બગાવત કરી છે.
November 3, 2010આજે બગીચામાં ફૂલોએ બગાવત કરી છે. ચર્ચાએ આજ ચારેકોર જમાવટ કરી છે. એજ હાથમાં કા અમારી મોતનો સામાન? જે હાથોએ સતત અમારી હિફાઝત કરી છે. હસતા રહ્યા અમે એક રંગીન ભ્રમમાં, કાપી અમ ગરદન એમણે ઈબાદત કરી છે. પ્રેમથી સીંચે, ઉજેરે, કાપે, ધરે, સજાવે, પ્રેમના અર્થમાં જો કેવી મિલાવટ કરી છે. અમારા મોતથી શણગાર્યા છે [...]
કોઈ રસમ સુધી ગયા !
November 3, 2010કોઈ રસમ સુધી ગયા, કોઈ ઝખમ સુધી ગયા, બહુ ઓછા હતા, જે મલમ સુધી ગયા. કોઈ ધરમ સુધી ગયા, કોઈ કરમ સુધી ગયા, બહુ ઓછા હતા, જે મરમ સુધી ગયા. કોઈ કારણ સુધી ગયા, કોઈ મારણ સુધી ગયા, બહુ ઓછા હતા, જે નિવારણ સુધી ગયા. કોઈ હરણ સુધી ગયા, કોઈ ઝરણ સુધી ગયા, બહુ ઓછા હતા, જે શરણ સુધી [...]