આ જિંદગીનો આપણો છેલ્લો પ્રવાસ છે,
મળી લે મન ભરીને તું, છેલ્લા શ્વાસ છે.
મળવું હર જનમમાં એ કોને હાથ છે ?,
કાફી જનમ આ એક જો,તારો સંગાથ છે.
બળવું કે પ્રકાશવું એ તું જલ્દી નક્કી કર.
ઇંધણ મળ્યું છે માપનું ને ટૂંકી વાટ છે.
હો વાત જ્યાં હૃદયની સીધી હૃદયને સંગ,
અલંકાર કે છંદની પછી શું વિસાત છે ?
છો સમંદર સાત ને નાની હો નાવડી,
તરી જઈશું આપણી તો ખારવાની જાત છે.
છો સમંદર સાત ને નાની હો નાવડી,
તરી જઈશું આપણી તો ખારવાની જાત છે.
ભાઈ ડૉ. સુરેશ,
તમે મજાની ખૂદ્દારી દાખવવાની વાત કરી,
હાથ પ્રસારી ‘સાજ’ મંઝીલે પહાંચીને,
બંદગી ખૂદાની પ્યારી કરવી,
સફર જીંદગીની પૂરી કરવી,
વિસામો લઈને શરુ ફરી કરવી.
-’સાજ’ મેવાડા