કોઈ રસમ સુધી ગયા !

કોઈ રસમ સુધી ગયા,
કોઈ ઝખમ સુધી ગયા,
બહુ ઓછા હતા,
જે મલમ સુધી ગયા.
 કોઈ ધરમ સુધી ગયા,
કોઈ કરમ સુધી ગયા,
બહુ ઓછા હતા,
જે મરમ સુધી ગયા.
કોઈ કારણ સુધી ગયા,
કોઈ મારણ સુધી ગયા,
બહુ ઓછા હતા,
જે નિવારણ સુધી ગયા.
કોઈ હરણ સુધી ગયા,
કોઈ ઝરણ સુધી ગયા,
બહુ ઓછા હતા,
જે શરણ સુધી ગયા.
કોઈ તરજ સુધી ગયા,
કોઈ ખરજ સુધી ગયા,
બહુ ઓછા હતા,
જે અસર સુધી ગયા.

1 Comment »

  1. 1
    Dhruv Vyas Says:

    nice one….


RSS Feed for this entry

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.