અબ ઘડી મુજને ભલે ને મરણ મળે, અરજ એટલીજ કે તમારું શરણ મળે. ભલે છેટા રહો તમે,ભલેને દુર રાખો, કરો કૃપા એટલી,માંગુ તો કારણ મળે. હો સમસ્યા અટપટી ને કસોટી આકરી, ડગે શ્રદ્ધા પહેલા, એનું નિવારણ મળે. સહરામાં દોડ્યા બેફામ એટલે જ કે, કદાચ આગળ જતા ફરી સાવન મળે. દ્રવ્ય છીએ,પ્રેમથી ઓગળી જવાના, જરીક હુંફાળા જ્યાં કોઈ દ્રાવક મળે.