વૃક્ષને ભાગો નૃત્ય વડે, જીવનને ભાગો મૃત્યુ વડે, પછી કઈ વધે શેષ તો કેજો. સમયને ભાગો ગતિ વડે, મનને ભાગો મતિ વડે, પછી કઈ વધે શેષ તો કેજો. દ્રશ્યને ભાગો આંખ વડે, પક્ષીને ભાગો પાંખ વડે, પછી કઈ વધે શેષ તો કેજો. મંઝીલને ભાગો રાહ વડે, દર્દને ભાગો આહ વડે, પછી કઈ વધે શેષ તો કેજો.
Archive for February 15th, 2011
વૃક્ષને ભાગો નૃત્ય વડે
February 15, 2011વસંતની શરૂઆત થઇ છે !
February 15, 2011ઈશ્વર તારી મહેફિલમાં જો કેવી રજૂઆત થઇ છે, વૃક્ષરૂપી અક્ષરો પર વેલીઓ અનુસ્વાર થઇ છે. કુંડે કુંડે હાઈકુ,ને ગઝલ સ્વરૂપ બાગ બગીચા, ચોગમ અછાંદસ જંગલોની જો જમાવટ થઇ છે. વગડે કેસરિયો ફાલ જાણે ઉડે અબીલ ગુલાલ, ખુલ્લેઆમ પ્રેમ,ઇશ્ક,પ્રણયની છણાવટ થઈ છે. કૂપણોના કલશોરમાં ભળતી કોકિલની કિકિયારી, પાગલ ન થા તો સમ છે,વસંતની શરૂઆત થઇ છે.