ઈશ્વર તારી મહેફિલમાં જો કેવી રજૂઆત થઇ છે,
વૃક્ષરૂપી અક્ષરો પર વેલીઓ અનુસ્વાર થઇ છે.
કુંડે કુંડે હાઈકુ,ને ગઝલ સ્વરૂપ બાગ બગીચા,
ચોગમ અછાંદસ જંગલોની જો જમાવટ થઇ છે.
વગડે કેસરિયો ફાલ જાણે ઉડે અબીલ ગુલાલ,
ખુલ્લેઆમ પ્રેમ,ઇશ્ક,પ્રણયની છણાવટ થઈ છે.
કૂપણોના કલશોરમાં ભળતી કોકિલની કિકિયારી,
પાગલ ન થા તો સમ છે,વસંતની શરૂઆત થઇ છે.