વૃક્ષને ભાગો નૃત્ય વડે,
જીવનને ભાગો મૃત્યુ વડે,
પછી કઈ વધે શેષ તો કેજો.
સમયને ભાગો ગતિ વડે,
મનને ભાગો મતિ વડે,
પછી કઈ વધે શેષ તો કેજો.
દ્રશ્યને ભાગો આંખ વડે,
પક્ષીને ભાગો પાંખ વડે,
પછી કઈ વધે શેષ તો કેજો.
મંઝીલને ભાગો રાહ વડે,
દર્દને ભાગો આહ વડે,
પછી કઈ વધે શેષ તો કેજો.