ખિસ્સું નથી, ખઝાનો છે,
માણસ કેવો મઝાનો છે.
આઈનો પણ ઓળખે નહીં,
કિસ્સો કેવો સઝાનો છે.
માપવો એમ સહેલો નથી,
માણસ મોટા ગજાનો છે.
જરૂર દવા અકસીર હશે,
પણ જાદુ એની દુઆનો છે.
થોડી આગ હૃદયની ને,
થોડો વાંક હવાનો છે.
શબ્દ, સંવેદના અને સંગાથનુ મેઘધનુષ !!
ખિસ્સું નથી, ખઝાનો છે,
માણસ કેવો મઝાનો છે.
આઈનો પણ ઓળખે નહીં,
કિસ્સો કેવો સઝાનો છે.
માપવો એમ સહેલો નથી,
માણસ મોટા ગજાનો છે.
જરૂર દવા અકસીર હશે,
પણ જાદુ એની દુઆનો છે.
થોડી આગ હૃદયની ને,
થોડો વાંક હવાનો છે.
nice….one….!!!!