જેમ દવા કરું તેમ પીડા બમણી,
કાળજે પડી એક ઘટના નમણી.
એક આંસુ ખોવાયું સમંદરમાં,
મૂળ ખારું,તેમાં ખારાશ ભળી.
રસ્તા શોધ્યા અમે ચાંદ સુધીના,
કેડી એકેય જાય, ના ઘર ભણી.
સમય હતો ત્યારે લ્હાણી કરી,
હવે શ્વાસ પણ લઉં ગણી ગણી.
શબ્દ, સંવેદના અને સંગાથનુ મેઘધનુષ !!
nice one…!!!