તારા ને મારા સરવાળા મળે તો ઘણી વાતોના તાળા મળે પ્રેમ થકી સાચવો જરા તો સંબંધ ઘણા સુંવાળા મળે જરા લંબાવી હાથ તો જુઓ માણસ કેવા હુંફાળા મલે રાખ સદા રાધાની નજર, જો પછી ક્રુષ્ણ કેવા રુપાળા મળે અંદર જા ને મોતીઓ શોધ કિનારે તો ફક્ત પરવાળા મળે. તારા ને મારા સરવાળા મળે તો ઘણી [...]
Archive for the ‘મારી કવિતાઓ’ Category
તારા ને મારા સરવાળા મળે !
October 23, 2009લઈ હ્રદયમા કંઈ ઘાવ બેઠો છું.
October 23, 2009લઇ હ્રદયમા કંઇ ઘાવ બેઠો છુ લઇ ન ગમતા અભાવ બેઠો છુ અવાવરુ છે એ જગ્યા અમસ્તી રાખી આભાસી રુઆબ બેઠો છુ. પુછો તો કહીશ કે છુ મોજમા હુ લઇ ધગધગતો તાવ બેઠો છુ એમ હાર માનુ તો માણસ શાનો, હુ ખેલીને સઘળા દાવ બેઠો છુ. ઉભા પણ કેમ થવુ અધવચ્ચેથી [...]
માણસ કેરી જાત આપી છે.
October 23, 2009માણસ કેરી જાત આપી છે લોહી નિંગળતી ભાત આપી છે ચુપ રહેવાની વસમી શરતે એક સળગતી વાત આપી છે છોને દિવસો હો સોનેરી અંતે કાળી રાત આપી છે ઔકાત દઇ વઝીરની અમને એક પ્યાદાથી મ્હાત આપી છે ભાલે કરી કુમકુમ તિલક કસીને પુંઠે લાત આપી છે વ્હાલ આપીને ચપટી જેવુ [...]
અવસર એક મજાનો દે !
October 19, 2009રુડો દે, રુપાળો દે અવસર એક મઝાનો દે પથ્થર દે, પહાડ દે કાંકરીનો ચાળો દે સપના દે, મબલખ દે બેસવાને માળો દે મહેલ દે, મહાલય દે રુપીયો એક કાણો દે ધબ્બો માર, વહાલ કર ખાલી અમથી ન ગાળો દે ભાંગ્યા, ગુણ્યા, બાદ કર્યા થોડો તો સરવાળો દે કાયમ ખાધી, ખોટ ખાધી હવે નફાનો ગાળો દે [...]
મેં ઈશ્વરને કદી જોયા નથી.
October 19, 2009મે ઇશ્વરને કદી જોયા નથી પણ તમને જોયા છે બાપ ! મે ખજાના મોટા ખોયા છે , જેદી તમને ખોયા છે બાપ ! ખરી રીત જોઇ દોસ્તીની, જયારે તમને જોયા છે બાપ ! દુનિયા હવે સમજાય છે મને પણ મને કોણ સમજશે, બાપ ! તારી શીતલ છાય હતી તો લાગ્યો મને કદી [...]
કોઇ એક નમણી સાંજે મલીશુ.
October 19, 2009કોઇ એક નમણી સાંજે મળીશુ મઝાના એક બહાને મળીશુ. દુકાન બહારની સંકેલીને હ્રદયના કોઇ ખાને મળીશુ. છોડી વન,ઉપવન,બાગ,બગીચા મઝધારના તોફાને મળીશુ કોરુ કટ્ટ આ ઘર છોડી બેઉ થવાને ભીને વાન મળીશુ કોઇ જો છેડે રાગ પ્રણયનો રાખી સરવા કાન મળીશુ. કોઇ એક નમણી સાંજે મળીશુ મઝાના એક બહાને મળીશુ
ચાલવુ છે મારે તુ રસ્તો દે માલીક !!
October 19, 2009ચાલવુ છે મારે તુ રસ્તો દે માલિક, ઘડી બે ઘડી સાથ અમસ્તો દે માલિક નીકળ્યા લઇ સંઘ એક તારા સહારે પગમા તુ પ્રાણ મને મબલખ દે માલિક ભુલા ના પડીયે તુ નકશો દે માલિક ભુલીયે તો વળીયે એ સમજ દે ઓ માલિક ભવમા ભટકીયે ને ક્યાય ના અટકીયે તારુ હમેશા સ્મરણ દે ઓ માલિક કરતાલ [...]
દવા કરુ છું !
October 19, 2009દવા કરું છુ દુવા કરું છુ પછી જે થાય તે જોયા કરુ છુ તારી જ ક્રુતિ ને તારુ જ સર્જન હુ તો બસ એમા રંગો ભરુ છુ સરહદે આવી ને રહી જાવ ઉભો પછી હાથ જોડી તને કરગરું છુ કહુ છુ એને જે કહે ઇશ મુજને પથ્થર છુ [...]