આજ હોળી કાલ ધુળેટી

આજ હોળીમાં ,બાળ મલાલ,
કાલે ધુળેટીમાં, રમીએ ગુલાલ
આજ કાલ વચ્ચે રાત છો કાળી
સપના જો રંગીન, રાત ઉજાળ !
ધબકારાની ફિલસૂફીમાં બીજું શું
ગાલ પર ટપલી ને થોડુંક વ્હાલ !
ભીના ખૂણા , થોડું સ્મિત ફરકાવ
ચાલ થઇ જાય બંન્ને માલામાલ !

કાળની હોળીમાં ,બાળી મલાલ,
આજે ધુળેટીમાં, રમીએ ગુલાલ
આજ કાલ વચ્ચે રાત છો કાળી
જો રંગીન સપના, રાત ઉજાળ !
ધબકારાની ફિલસૂફીમાં બીજું શું
ગાલ પર ટપલી ને થોડુંક વ્હાલ !
ભીના ખૂણા , થોડું સ્મિત ફરકાવ
ચાલ થઇ જાય બંન્ને માલામાલ !

My Kids – Birthday Wish

जन्नत भी मिले तो कह दूंगा नहीं चाहीये
मुझे तो बस तुम्हारे लबो पे हंसी चाहीये
सितारों से आगे मुझे कभी नहीं है जाना
तूम हो हरदम जहां,मुझे वो जमी चाहीये
ना ताज, ना तख्त, ना धन, ना दौलत !!
मुझे पासमें अपनोकी बस्ती बसी चाहीये
तुम हो तो जान है, तुम हो तो जहान है
मुझे ये महफिल हरदम, जमी चाहीये !
To
भाग्य रेखा
श्रद्धा,विश्वास,आशका,भक्ति,आदित्य
१२ मई २००८

વસંત

હથેળી જુઓ જો ખાલી,તરત આપજો તાલી.
જોજો પાછી જાય ના, સવારી વસંતની ખાલી.
હર હોઠ પર જુઓ તો, આવી સુનામી મુસ્કાનની,
શરારતી હર આંખ થઇ ગઈ આજ સવાલી.

ગુજરાતી , મારી મા !!

ગુજરાતી માં રોવું
અને ગુજરાતીમાં હસવું,
ગુજરાતીમાં શ્વાસ લેવો
ફરી ફરીને ગુજરાતીમાં જ ધબકવું
મારે મારું
ગુજરાતીપણું નથી ખોવું.

ગમે તે હોવું
અને ગુજરાતી હોવું
સોરી, થેંક યુ, એક્ષક્યુઝ મી
ઉપરછલ્લું અથડાવું ?
લોચો પડ્યો, ધન્યવાદ ને માફ કર ભાઈ
એ ફરક કેમ કરી ને સમજાવું ??

મસ્તક આપ્યું,
મન આપ્યું
અને આપી બોલવાને જીભ,
પછી ?
પછી,
ભાષા આપી કમાલની
મા,
તારા ઉપકાર કેટલા ગણાવું ?

ભવન બનાવું
મહાલય બનાવું
એમાં અવર ભાષાને રાખું
પણ,
માડી તું તો જગદંબા !
મંદિર તારું ચણાવું !!

તારું લોહીમાં વણાવું
તારા ઘોડા પૂરમાં બસ, તણાવું
કાલી ઘેલી જીભ છે
અને ગાડું ઘેલું મન
હે મા, હે માડી, હે મારી માવડી !!
આ દુનિયાને કેમ કરી જણાવું ??
બોલ, કેમ કરી ને જણાવું ??

સુરેશ કુબાવત
૨૧.૨.૨૧
વિશ્વ ગુજરાતી દિવસે
કાલા વાલા 🙏🏻

અવ્યાન

તારા પગલે રચાય વૃંદાવનધામ
તારા ગીતે ગોકુળિયા ગામ
દિલમાં ઊગે દ્વારિકા નગરી
વળી સંતાપ મીટતા તમામ !!

કોઈ કહે કૃષ્ણ, કોઈ કહે કાન
કોઈ કહે કાનો, કોઈ કહે શ્યામ
હોઠ પર આવે એક જ નામ
મારો, તારો, સૌનો અવ્યાન !!

કોઈ કહે ગોપાલ, નંદ કિશોર
કોઈ કહે માખણ નો ચોર
મારા ખોળે રમે મારો કાન
મારો અવ્યાન ને અમારો અવ્યાન !!

ચાહે મોહન કહો, કે ઘનશ્યામ
ચાહે કહો નટખટ અવ્યાન
બોલો અવ્યાન, અવ્યાન, અવ્યાન
બોલો અવ્યાન, અવ્યાન, અવ્યાન !!

Diwali Greetings

ક્ષણોને પ્રગટાવો મા , ક્ષણ બે ક્ષણ છે,
ક્ષણોમાં પ્રગટો , ક્ષણો ને પાર પણ છે.
Zalhaltaa raho………………..

આજે

વિધાતાએ ખુદની કલમ તને આપી આજે
લખી નાખ એક જાટકે સઘળા લેખ આજે
હાંકતા રહ્યા મન ફાવે તેમ આજ સુધી
કોફિન પર છેલ્લો ખીલો ઠોકી નાંખ આજે
ઊભીને રોકે પશુઓ આ રસ્તો વિકાસ નો
હાથ લાગી છે લાકડી તો હાંકી કાઢ આજે
પેલા ભેજાએ કર્યો કાળો કલશોર જાજો
એ ભેજામાં જલ્દીથી ગોળી એક ઠોક આજે
અંધારા ઉલેચવા જરીયે અઘરા નથી
પકડી લે ઝળહળતા સૂર્યનો જલ્દી હાથ આજે.

2014